સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢ બેઠકથી લડશે ચૂંટણી
Live TV
-
સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢ બેઠકથી ચૂંટણી લડશે. નોંધનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં તેમના પિતા મુલાયમ સિહ યાદવે આજ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા અને જીત નોંધાવી હતી. સમાજવાદી પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં ફક્ત બે જ નામ જાહેર કરવામાં આવ્યાં છે. આઝમ ખાન રામપુર બેઠકથી ચૂંટણી લડશે. આ સાથે સમાજવાદી પક્ષે ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે જેમાં પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ, સહિત કુલ 40 સ્ટાર પ્રચારકો છે. જેમાં મુખ્યત્વે અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ, રામગોપાલ યાદવ, જયા બચ્ચન અને આઝમખાનનું નામ પણ સામેલ છે.
