લોકસભા ચૂંટણીમાં કારમાં પરાજયથી કોંગ્રેસમાં ધમસાણ
Live TV
-
લોકસભા ચૂંટણીમાં મળેલા કારમાં પરાજય પછી કોગ્રેસમાં ઘમાસાણ છે. રાજસ્થાનમાં સત્તામાં આવ્યાના 6 મહિનામાંજ મુખ્યમંત્રી અશોક ગહલોતે તેમના પુત્ર વૈભવ ગહલોત જોધપુરની બેઠક પરથી પરાજીત થવા બદલ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટને જવાબદાર ઠેરવ્યા હતા. મહારાષ્ટ્ર કોગ્રેસમાં પણ આવી જ સ્થિતિ છે. કોંગ્રેસ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતું. એપ્રિલ મહિનામાં પાટિલે મહારાષ્ટ્ર વિધાનસભા વિરોધપક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું હતું. તેમના પુત્ર તાજેતરમાં અહેમદનગરની બેઠક પરથી ભાજપની સીટ પરથી ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસ પક્ષમાંથી બહાર થયેલા અબ્દુલ સત્તારે પણ જણાવ્યું છે કે ભાજપમાં જોડાવા કોંગ્રેસના હજી વધું નેતા પક્ષ છોડી શકે છે. કર્ણાટક કોંગ્રેસ નેતા રોશન બેગે પણ પક્ષની નેતાગીરી સામે અસંતોષ વ્યકત કર્યો હતો. આ દરમ્યાન કર્ણાટક જનતાદળ યુનાઈટેડના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથે પણ લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને પદ પરથી રાજીનામું આપ્યું હતું.
