લોકસભા ચૂંટણી પરિણામ Live, ભગવો લહેરાતા દેશમાં અને કાર્યકરોમાં ખુશીનો માહોલ
Live TV
-
એક્ઝિટ પોલના આંકડાએ દેશની જનતામાં એક નવો ઉત્સાહ અને ઉત્સુકતા ભરી દીધી છે. ગુરુવારે સવારે 8 વાગ્યાથી દેશભરના 1140 મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા બંદોબસ્ત સાથે મતગણતરી શરૂ થશે. પહેલીવાર EVM ગણતરીની સાથે સાથે VVPATની પણ ગણતરી કરાશે, જેથી મતગણતરી મોડા સુધી ચાલશે અને જેના પગલે પરિણામ મોડી સાંજે આવે તેવી શક્યતા છે.
સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ત્યારથી જ ભાજપ આગળ ચાલી રહી છે. બપોર થતા થતા અનેક જગ્યાએ ભાજપના ઉમેદવારો 1 લાખથી પણ વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. રાજસ્થાન અને ગુજરાતમાંથી તો કોંગ્રેસનો સફાયો જોવા મળી રહ્યો છે. તો દીવ દમણમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ જીતી ગયા છે. પરિણામનું વલણ ભાજપ તરફી જોવા મળતા ભાજપના નેતાઓમાં અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યોના પરિણામ
- રાજસ્થાનની તમામ 25 સીટો પર ભાજપ આગળ
- મધ્યપ્રદેશમાં પણ 28 સીટો સાથે ભાજપ આગળ, તો હાલમાં કોંગ્રેસને માત્ર 1 સીટ
- દિલ્હીમાં પણ 7 સીટો સાથે ભાજપ આગળ
- ઉત્તરપ્રદેશમાં ભાજપ આગળ, મહાગઠબંધને કોંગ્રેસને આપી ટક્કર
- મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટકમાં પણ ભાજપ આગળ
- પંજાબમાં કોંગ્રેસ આગળ, અને ભાજપના ખાતે 3 સીટો હાલમાં
- તમિલનાડુમાં ડીએમકે આગળ
- ઉત્તરપ્રદેશમાં 55 સીટો સાથે ભાજપ આગળ
- કેરળમાં કોંગ્રેસ આગળ, ભાજપનું ખાતું ખૂલ્યું નહીં
- ઓડિશામાં 12 સીટો સાથે ભાજપ આગળ
ઉમેદવારોના પરિણામ
- વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 હજાર વોટથી આગળ
- પૂર્વ દિલ્હીથી ભાજપના ગૌતમ ગંભીર આગળ
- પંજાબથી ભાજપના સની દેઓલ પાછળ
- કેરળની વાયનાડ સીટથી રાહુલ ગાંધી આગળ
- ઉત્તરપ્રદેશના અમેઠીથી સ્મૃતિ ઈરાની આગળ, રાહુલ ગાંધી પાછળ
- નાગપુર સીટ પરથી નીતિન ગડકરી આગળ
- યુપીની ગોરખપુર સીટથી ભાજપના રવિ કિશન આગળ
- આઝમગઢ બેઠક પરથી અખિલેશ યાદવ આગળ
- કોંગ્રેસના શશિ થરૂર અને દિગ્વિજય સિંહ પાછળતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
તમે #Janadesh2019 યુ ટ્યૂબ પર લાઈવ નિહાળી શકો છો.
