લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની તૈયારીઓ
Live TV
-
ચૂંટણીની મોસમમાં રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પંચ પૂરી તૈયારી સાથે નિષ્પક્ષ મતદાન માટે પ્રયાસરત છે. ગઈકાલે ત્રીજા તબક્કાની ઉમેદવારી કરવાનો સમય પૂરો થયો ત્યારે ચૂંટણી પંચે ફરી એકવાર ભયમુક્ત વાતાવરણમાં નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી યોજવા પ્રતિબધ્ધતા દર્શાવી છે. તેમણે કહ્યું કે, ગત સપ્તાહ 10 લાખ નવા મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચે કહ્યું કે, અત્યાર સુધીમાં 40 હજાર ફરિયાદ મળી છે તે સાથે પ્રથમ તબક્કાના મતદાન માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ 1618 કરોડ રૂપિયાની રોકડ જપ્ત થઈ છે.
