Skip to main content
Settings Settings for Dark

લોક ફરિયાદના નિવારણ અને સેવા વિતરણની કામગીરીમાં સુધારા માટે આજથી પ્રશાસન ગાંવ કી ઓર અભિયાનની શરૂઆત

Live TV

X
  • લોક ફરિયાદના નિવારણ તેમજ સેવા વિતરણની કામગીરીમાં સુધારા માટે આજે રાષ્ટ્રવ્યાપી "પ્રશાસન ગાંવ કી ઓર" અભિયાનની શરૂઆત થશે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહ સુશાસન સપ્તાહનું ઉદ્ધાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસન સપ્તાહની સફળતા માટે શુભકામનાઓ પાઠવી છે. આ અભિયાનમાં ભારત સરકારના તમામ મંત્રાલય, વિભાગ, તમામ રાજ્ય સરકાર અને જિલ્લા ભાગ લેશે..700 થી વધુ જિલ્લા કલેક્ટર "પ્રશાસન ગાંવ કી ઓર" માં ભાગ લેવાના છે. એક સપ્તાહ સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન સમયબદ્ધ ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારા માટે તાલુકા પંચાયત સમિતિનાં કચેરીની મુલાકાત કરાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશનાં તમામ જિલ્લા અને તાલુકામાં અમૃતકાળ સમયગાળા દરમિયાન આવનારી પેઢીનાં પ્રશાસનિય સુધારાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અમલમાં મુકવાનો છે. સુશાન સપ્તાહનાં કાર્યક્રમની દેખરેખ એક પોર્ટલ WWW.PGPORTAL.GOV.IN/GGW પર રાખવામા આવશે. તમામ જિલ્લા કલેક્ટર જિલ્લાની એક સફળ સુશાસન પદ્ધતી અને એક લોક ફરિયાદનું સફળતા પૂર્વક નિવારણ પોર્ટલ પર રજૂ કરશે. સુશાસન પદ્ધતીનાં જિલ્લાવાર વીડિયો પણ બનાવવામાં આવશે અને તેનું મૂલ્યાંકન કરવામા આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply