વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 45મી વખત દેશવાસીઓ સાથે 'મનકી બાત' કરી
Live TV
-
આ મનકી બાતમાં મોદીએ કહ્યું કે, ભારત-અફઘાનિસ્તાનની પહેલી ટેસ્ટ મેચ યાદગાર રહી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકાશવાણી પર 45મી વખત મન કી બાત કરી પોતાના વિચારો જનતા સમક્ષ રજૂ કર્યા હતા..જેમાં પીએમે યોગ દિવસ, દેશના સૈનિકોએ પણ યોગમાં લીધેલ ભાગ, ગુજરાતની વાત , દિવ્યાંગોએ આપેલા અનોખા સંદેશ, ડોક્ટર્સ ડે સહિત વિવિધ મુદ્દે મનની વાત કરી હતી..મોદીએ કહ્યું, આ 21 જૂને 4થા યોગ દિવસ પર અલગ જ નજારો હતો. આખી દુનિયામાં લોકો યોગ કરતા જોવા મળ્યા. સાઉદી અરેબિયામાં પહેલીવાર યોગનો ઐતિહાસિક કાર્યક્રમ થયો.તેમણે કહ્યુ કે
લદાખની બર્ફીલી ટોચ પર પર ભારત અને ચીનના સૈનિકોએ પણ યોગ કર્યા. યોગ લોકોને જોડે છે.દેશને ગર્વ થાય છે જ્યારે સવા સો કરોડ લોકો જુએ છે કે દેશના સૈનિકોએ જળ, સ્થળ અને હવામાં યોગ કર્યા.અમદાવાદમાં એક અદ્ભુત દ્રષ્ય જોવા મળ્યું. ત્યાં 750 દિવ્યાંગ ભાઈ-બહેનોએ એકસાથે યોગાભ્યાસ કરીને કિર્તીમાન સ્થાપિત કર્યો.યોગ આજે વિશ્વમાં વેલનેસ રિવોલ્યુશનનું કામ કરે છે.લોકોને એવી ઇચ્છા છે કે હું 1 જૂલાઈના રોજ આવનારા ડોક્ટર્સ ડે વિશે વાત કરું. આ એક એવો દિવસ છે જ્યારે દેશ આપણા ડોક્ટર્સની ઉપલબ્ધિઓને સેલિબ્રેટ કરે છે.આપણે એ લોકો છીએ જે માતાને ભગવાનની જેમ પૂજીએ છીએ. મા આપણને જન્મ આપે છે, તો ડોક્ટર આપણને પુનર્જન્મ આપે છે. ડોક્ટર પરિવારના મિત્ર જેવા હોય છે. તેઓ ફક્ત ઇલાજ નથી કરતા, સાજા પણ કરે છે. મેડિકલ એક્સપર્ટાઇઝ તો હોય જ પણ જનરલ લાઇફસ્ટાઇલ ટ્રેન્ડ્ઝ વિશે પણ તેઓ સમજ આપે છે.ભારતીય ડોક્ટરોએ પોતાની ક્ષમતા અને કુશળતાથી વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. હું મનકી બાતના માધ્યમથી હું દેશના તમામ ડોક્ટર્સને ડોક્ટર્સ ડેની શુભકામનાઓ આપું છું.
