Skip to main content
Settings Settings for Dark

વડાપ્રધાન VC દ્વારા કોચી-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપ લાઈનને રાષ્ટ્રને સમર્પીત કરવામાં આવી

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડિયો કોન્ફ્રન્સિંગનાં માધ્યમથી કોચી-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપ લાઈન રાષ્ટ્રને સમર્પીત કરવામાં આવી છે..450 કિલોમીટર લાંબી આ પાઈપલાઈનું નિર્માણ ગેઈલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યુ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડિયો કોન્ફ્રન્સિંગનાં માધ્યમથી કોચી-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપ લાઈન રાષ્ટ્રને સમર્પીત કરવામાં આવી છે..450 કિલોમીટર લાંબી આ પાઈપલાઈનું નિર્માણ ગેઈલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યુ છે..આ પાઈપલાઈનની પરિવહન ક્ષમતા 12 મીલીયન મેટ્રીક માનક ક્યુબીક મીટર પ્રતિ દિવસ છે. આ પાઈપલાઈન કેરલનાં કોચી સ્થિત એલએલજીનાં પુનર્રગેસીકરણ ટર્મીનલથી મેંગલુરુ સુધી પ્રાકૃતિક ગેસ લઈ જશે..આ પરિયોજનાનો કુલ ખર્ચ અંદાજે 3 હજાર કરોડ છે. આ પાઈપલાઈનથી સામાન્ય લોકોનાં ઘરોમાં પીએનજી ગેસ પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટને દેશને સમર્પીત કરતા જણાવ્યુ હતુ કે આ પાઈપલાઈન બન્ને રાજ્યોમાં વસવાટ કરતા લાખો લોકોનાં જીવનને સરળ બનાવશે અને પ્રદુષણ સ્તર ધટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને પર્યાવરણ સારૂ થવાથી લોકોનાં સ્વાસ્થ્ય સુધરશે..વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે છેલ્લાં 6 વર્ષોમાં અંદાજે 1500 જેટલા નવા સી.એન.જી સ્ટેશન શરૂ થયા છે હવે સરકાર દેશભરમાં સી.એન.જી સ્ટેશનની સંખ્યા 10 હજાર કરવાનાં લક્ષ્ય પર કામ કરી રહી છે.. કોચી-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈન કેરલ અને કર્ણાટકનાં અનેક શહેરોમાં 700 સી.એન.જી સ્ટેશન ખોલવામાં મદદ કરશે..વર્ષ 2014 સુધી દેશમાં ઘરોમાં ગેસ લાઈનથી પી.એન.જી કનેક્શનની સંખ્યા માત્ર 25 લાખ હતી.. આ સંખ્યા અત્યારે 72 લાખથી વધુએ પહોંચી છે અને કોચી-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈન દ્વારા 21 લાખ નવા લોકો પી.એન.જી સુવિધાનો લાભ લઈ શકશે.. ઉજ્જવલા યોજનાં જેવી સ્કીમથી દેશનાં 8 કરોડથી વધુ ગરીબ પરિવારોનાં ઘરમાં ગેસ પહોંચ્યુ છે..કોરોનાં કાળમાં પણ દેશમાં ગેસની અછત સર્જાઈ નથી, આ કાળમાં અને 12 કરોડ મફત ગેસ સીલીન્ડર ઉપલબ્ધ કરાયા..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં સંબોધનમાં ગુજરાતનાં રિન્યુએબલ હાઈબ્રિડ એનર્જી પ્લાન્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply