વન નેશન વન ઈલેકશનના મુદ્દે 19 જુને પ્રધાનમંત્રી યોજશે બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન નેશન વન ઈલેકશના મુદ્દે ચર્ચા માટે 19 જુનના રોજ રાજકીય પક્ષોના અધ્યક્ષોને આમંત્રણ આપ્યું છે. જે પક્ષો સંસદમાં સભ્યપદ ધરાવે છે તે પક્ષના અધ્યક્ષો આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકનો બીજો હેતુ 2022માં પૂર્ણ થતા 75માં સ્વાતંત્રદિનની તથા મહાત્મા ગાંધીના જન્મની સાર્ધ શતાબ્દીની ઉજવણી અંગે ચર્ચા પણ છે.
આ ઉપરાંત 20 જૂનના રોજ, સાંજે લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને પણ પ્રધાનમંત્રીએ આમંત્રિત કર્યા છે.
