વાઇસ એડમિરલ કરમબીર સિંહ નૌસેનાના નવા પ્રમુખ નિયુક્ત
Live TV
-
વાઇસ એડમિરલ કરમબીર સિંહ નૌસેના ના નવા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ માહિતી સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે, વાઇસ એડમિરલ કરમબીર સિંહ, હાલના એડમિરલ સુનીલ લાંબાનું સ્થાન લેશે. આગામી 31 મેના રોજ સુનીલ લાંબા સેવા નિવૃત થઈ રહ્યાં છે. તાજેતરમાં વાઇસ એડમિરલ કરમવીર સિંહ વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વી નૌસેનાના કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સેવા આપી રહ્યાં છે.
