વાઈબ્રન્ટ ગુજરાત સમિટને અનુલક્ષીને ઉર્જામંત્રીએ પુણેમાં કરી પ્રેસ કોન્ફરન્સ
Live TV
-
મહારાષ્ટ્ર સરકાર તથા ઉદ્યોગ જગતના લોકોને ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019ને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે મંત્રી સૌરભ પટેલે પુણેમાં પ્રેસ કોન્ફરન્સ યોજી વાઈબ્રન્ટ ગુજરાત અંગે માહિતી આપી હતી.ગઈકાલે પૂણેના કોરેગાંવ પાર્કમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મંત્રી સૌરભ પટેલે વાઈબ્રન્ટ ગુજરાત 2019 અંગે માહિતી આપી હતી અને મહારાષ્ટ્ર સરકાર તથા ઉદ્યોગ જગતના લોકોને ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું.આપને જણાવી દઈએ કે ગુજરાતમાં યોજાતા વાઈબ્રન્ટ સમિટમાં દર વર્ષે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ભાગ લે છે.આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અન્ય દેશો પણ પાર્ટનર હોય છે.અને ગુજરાત સરકાર સાથે અનેક MOU થાય છે.આ વખતે પણ કરોડોના MOU થવાની સંભાવના છે..વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2019ની રાજ્ય સરકારની તડામાર તૈયારી કરી રહી છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલ ,આ અંગે માહિતિ આપતા જણાવ્યુ હતુ ,કે સમિટમાં સહભાગિતા વધે ,તે હેતુસર ,દેશમાં વિવિધ છે જેટલા રોડ શો યોજાવાનાં છે.આ અનુંસંધાનમાં ,પશ્ચીમ પુણેમાં રોડશોનું આયોજન પણ, થયું હતું
