વાયુસેનાના રેસક્યું મિશન દ્વારા 71 ટ્રેકર્સનો બચાવ
Live TV
-
વિદેશી નાગરિકોને બચાવવા માટેના પ્રયત્નો પ્રતિકૂળ હવામાનની સ્થિતિ હોવા છતાં પણ ચાલુ છે
લદ્દાખમાં ઝાંસ્કર નદી પાસે પ્રવાસીઓને બચાવવા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના ALH હેલિકોપ્ટરોએ ઝાંસ્કર ખીણ (લદ્દાખ) માં નિરક ખાતે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને છેલ્લા બે દિવસમાં 71 ટ્રેકર્સને બચાવ્યા હતા. ટ્રેકર્સ પ્રખ્યાત 'ચાદર ટ્રેક' પર હતા જ્યારે તેઓ નદીમાં અચાનક પૂરને કારણે ફસાયા હતા.
ભારતીય વાયુસેના એ ટૂંકી સૂચનાથી બચાવ કામગીરી શરૂ કરી હતી. બાકીની વ્યક્તિઓને બચાવવા માટેના પ્રયત્નો પ્રતિકૂળ હવામાનની સ્થિતિ હોવા છતાં પણ ચાલુ છે, જેમાં પદુમ ખાતે 9 ફ્રેન્ચ અને ચીની નાગરિકોનો સમાવેશ થાય છે. ગઇકાલે, સર્ચ ટીમો કેટલાક પ્રવાસીઓને બચાવવામાં પણ સફળ રહી હતી. બરફમાં ફસાયેલા 6 ગંભીર રીતે બીમાર પ્રવાસીઓના હેલિકોપ્ટરથી લશ્કરી તબીબી સુવિધા કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.
