વાયુસેના પ્રમુખ બી. એસ. ધનૌઆએ પત્રકાર પરિષદ સંબોધી
Live TV
-
ગ્વાલિયર એરબેઝ પર યોજી પત્રકાર પરિષદ
કારગીલ યુદ્ધમાં વાયુસેનાની નિર્ણાયક ભૂમિકાના 20 વર્ષ પૂર્ણ થવા પર વાયુસેના પ્રમુખ બી. એસ. ધનૌવાએ ગ્વાલિયર એરબેઝ પર પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે કારગીલ સમયે /ભારતીય વાયુસેના લેઝર ગાઇડેડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. અને તેના માટે મિરાઝ 2000 વિમાનોમાં માત્ર 12 દિવસમાં ટેકનિકલ ફેરફારો કરવામાં આવ્યા હતા.
ભારતીય હવાઇ દળે ગ્વાલિયરના એર ફોર્સ સ્ટેશન ખાતે કારગીલ ઓપરેશન દરમિયાન ટાઇગર હિલ પર આઇએએફની (IAF) એર સ્ટ્રાઇકની 20 મી વર્ષગાંઠની ઉજવણી માટે સેમિનારનું આયોજન કર્યું હતું. મિરાજ 2000 ફાઇટર જેટ્સે પણ ગ્વાલિયર એર બેઝ પર ટાઇગર હિલના એટેકની ઉજવણી મા ભાગ લીધો હતો. ઇન્ડીયન એર ફોર્સના ચીફ બી.એસ.ધનોઆ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
