વિદેશ મંત્રી કંબોડિયાના પ્રધાનમંત્રી હોનસેંગ કંબોડિયાના વિદેશમંત્રી અને સેનેટના અધ્યક્ષ સાથે બેઠક કરશે
Live TV
-
આ પહેલા વિયેતનામના પ્રધાનમંત્રી સાથે પણ સુષમા સ્વરાજે મુલાકાત કરી હતી
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આજે કંબોડિયાના પ્રધાનમંત્રી હોનસેંગ કંબોડિયાના વિદેશમંત્રી અને સેનેટના અધ્યક્ષ સાથે પણ બેઠક કરશે. જેમાં દ્વિ-પક્ષીય બાબતો પર ચર્ચા કરવામાં આવશે. આ પહેલા વિયેતનામના પ્રધાનમંત્રી સાથે પણ સુષમા સ્વરાજે મુલાકાત કરી હતી. જે દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જેમા વેપાર, રોકાણ, દરિયાઇ સુરક્ષા સંરક્ષણ સહયોગ વધારવા બાબતે ચર્ચા થઈ હતી. બન્ને દેશોના પરસ્પરના હિતો અંગેના એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. સુષમા સ્વરાજની આ યાત્રાનો હેતુ વિયેતનામ અને કંબોડિયા સાથે રાજનીતિક સંબંધો મજબૂત બનાવવાનો છે
