UP વિધાનસભા ચૂંટણીઃ ચોથા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રીએ હરદોઈમાં રેલી યોજી
Live TV
-
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરદોઇમાં જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં વિકાસની હારમાળા સર્જાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપને વખતોવખત હરદોઇએ ઉત્સાહજનક પ્રતિસાદ આપ્યો છે. આ વખતે પણ જીત નિશ્ચિત છે. અત્યાચાર અને છળકપટ સામે હંમેશા સચ્ચાઇની જીત થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અગાઉના સમયમાં ચાલતા માફિયા રાજને યાદ કર્યુ હતું અને કહ્યું કે પહેલાં માફિયાઓએ યુપીને બાનમાં લીધું હતું અને વેપારીઓ વેપાર કરી શકતા ન હતા. કટ્ટા અને સટ્ટાએ હરદોઇની હાલત ખરાબ કરી નાંખી હતી. પરંતુ હવે આ સ્થિતિ બદલાઇ છે.
બીજી તરફ રક્ષામંત્રી રાજનાથ સિહે આજે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ ખાતે જનસભાને સંબોધી હતી. તેમણે જણાયું હતું કે, કાનૂન વ્યવસ્થાને લઇ યોગી સરકારે પ્રસંશનીય કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આજે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે.
