વિપક્ષના દિગ્ગજ ઉમેદવારો સામેના ભાજપના ઉમેદવારોની સ્પષ્ટતા
Live TV
-
ભાજપે છ ઉમેદવારોની નવી યાદી જાહેર કરી હતી. આઝમગઢમાં સપાના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ સામે ભોજપુરી કલાકાર દિનેશ લાલ યાદવ નિરહુઆ મેદાનમાં છે.
ભાજપે છ ઉમેદવારોની નવી યાદી જાહેર કરી હતી. તેમાં વિપક્ષના દિગ્ગજ ઉમેદવારો સામેના ભાજપના ઉમેદવારોની સ્પષ્ટતા થઈ છે. આઝમગઢમાં સપાના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ સામે ભોજપુરી કલાકાર દિનેશ લાલ યાદવ નિરહુઆ મેદાનમાં છે. તો કૉંગ્રેસના સોનિયા ગાંધી સામે રાયબરેલી બેઠકમાં દિનેશ પ્રતાપ સિંહ મૈનપુરમાં મુલાયમસિંહ યાદવ સામે પ્રેમ સિંહ શાક્ય ફિરોઝાબાદથી ડૉ.ચંદ્રસેન જદુન મછલી શહરની બેઠક પરથી વી. પી. સરોજ તેમજ મુંબઇની નોર્થ ઇસ્ટ સીટ પરથી કિરિટ સોમૈયાના સ્થાને મનોજ કોટકને ટિકિટ આપી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખભાઈ પટેલનું નામ જાહેર કર્યું છે.
