વિસ્તારથી સમજો મતગણતરીની પ્રક્રિયા
Live TV
-
આખો દેશ લોકસભાની ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યું છે. મતગણતરી ગુરુવારે સવારે 8 વાગ્યે શરૂ થશે. તો આવો જાણીએ કે કેવી રીતે ગણાય છે મત અને શું છે મતની ગણતરી કરવાની પ્રક્રિયા .
લોકશાહીના મહાપર્વ વિધાનસભા મતદાન સમાપ્ત થયા પછી હવે સહુ રાહ જોઈ રહ્યા છે ગુરુવારે સવારે 8 વાગ્યે શરૂ થનાર મતગણતરીની. આવામાં, દરેક નાગરીકના મનમાં પ્રશ્ન છે કે મત કેવી રીતે ગણાય છે અને ગણતરીની આખી પ્રક્રિયા શું છે? સૌથી પહેલા મતદાન અધિકારીઓ પોસ્ટ દ્વારા આવેલા મત તપાસે છે. આ વખતે સેવા મતદાર માટે નવી ગોઠવણ કરવામાં આવી છે, તેથી આ કાર્યમાં થોડો વધુ સમય લાગી શકે છે.
લગભગ એક કલાક પછી, ઇવીએમાંથી મતોની ગણતરી શરૂ થાય છે. સ્ટ્રોંગ રૂમમાંથી ઇવીએમ ટેબલ પર લાવવામાં આવે છે અને ગણતરી માટે 14 અલગ અલગ કાઉન્ટીંગ ટેબલ બનાવવામાં આવે છે. એક રાઉન્ડમાં વધુમાં વધુ 14 ઇવીએમમાંથી ગણતરી કરવામાં આવે છે. આ રીતે ઇવીએમની સંખ્યાના આધારે ગણતરીના ઘણા રાઉન્ડ છે. કાઉલ્ટીંગ સુપરવાઈઝર કાઉલ્ટીંગ એજન્ટની મદદથી પ્રથમ રાઉન્ડની ગણતરી કરે છે.
આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા સૌ પ્રથમ, ઇવીએમ પર લગાવેલ સીલ તપાસવામાં આવે છે અને ખાતરી કરવામાં આવે છે કે મશીન સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. પછી ઇવીએમ મશીનમાં આપેલ બટન દબાવીને મત ગણતરી કરવામાં આવે છે. કુલ મતો ફક્ત નિયંત્રણ એકમના નિયંત્રણ બટન દબાવીને જ જાણી શકાય છે. આની સાથે જ કયા ઉમેદવારને કેટલા મત મળ્યા છે તે પણ ત્યારે જ ખબર પડે છે. આ સમયે ત્યાં ઉપસ્થિત ઉમેદવારના પ્રતિનિધિ આ પરિણામ જોઈ શકે છે. આખા આંકડા રીટર્ન ઓફિસરને આપવામાં આવે છે, ત્યારબાદ પ્રથમ રાઉન્ડના પરિણામો જાહેર કરવામાં આવે છે.
આ વખતે દેશભરમાં ઈવીએમની સાથે વીવીપીએટી પણ ઉમેરાઈ ગયું છે અને પરચીઓ પણ છે. વીવીપીએટીની ગણતરી પણ ત્રણ શ્રેણીઓમાં થાય છે.
સમગ્ર ગણતરી પ્રક્રિયાને મોનિટર કરવા માટે કાઉન્ટીંગ ઓબ્ઝર્વર રાખવામાં આવે છે. આ ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર ગણતરીના દરેક સ્તરે દેખરેખ રાખે છે. મતદાન બાદ ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને ઈલેકશન કમિશન તેને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણપણે સજ્જ રહે છે. દેશભરના સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ માટે કમિશને ત્રણ સુરક્ષા સ્તરો રાખ્યા છે.
23 મી મેના દિવસે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં હાર-જીતનું પરિણામ આવશે છે અને ચૂંટણી પંચ આ ગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા માટે પૂર્ણપણે સજ્જ છે.
