Skip to main content
Settings Settings for Dark

વુહાનમાં કોરોનાથી અસરગ્રસ્ત ભારતીયોને બહાર કાઢવા માટે ભારત આજે સૈન્ય વિમાન ચીન મોકલશે

Live TV

X
  • વુહાનમાં કોરોના વાયરસથી ગ્રસ્ત ભારતીયોને બહાર કાઢવા માટે ભારત આજે સૈન્ય વિમાન ચીન મોકલશે. ભારતીય વાયુસેનાનું સી-17 વિમાન ચીન માટે ચિકિત્સા ઉપકરણનો મોટો જથ્થો લઈને જશે. વુહાનથી પાછા લાવ્યા પછી બધા ભારતીયોને આઇટીબીપી શિબિરમાં રાખવામાં આવશે. જ્યાં બધી તૈયારીઓ પુરી કરવામાં આવી છે. આ પહેલા સરકારે કોરોના વાયરસના ખતરાને જોતા ચીનમાંથી 600થી વધારે ભારતીયોને એર ઇન્ડિયાના વિમાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન દિલ્હીની આઈટીબીપી શિબિરમાં રખાયેલા બધા લોકોને તેમના ઘરે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ જાપાનના તટ પર ઉભેલા ક્રુઝ પર કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સારવાર ઝડપથી થઈ રહી છે. જેમાં કેટલાક ભારતીયો પણ છે. ક્રુઝમાં વધુ એક ભારતીયનો રિપોર્ટ પોઝિટિવ આવતા વાયરસથી ગ્રસ્ત ભારતીયોની સંખ્યા 7 થઈ ગઈ છે. આ ભારતીયોની પણ સારવાર કરવામાં આવી રહી છે અને ભારત સરકારની પુરી પ્રકિયા પર નજર છે. જાપાનમાં રહેલા ભારતીયોએ પણ ભારત સરકારના પ્રયત્નોનો આભાર માન્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply