વૃદ્ધોને માસ્ક અને સેનેટાઇઝર પ્રદાન કરવા વિશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
Live TV
-
સુપ્રીમ કોર્ટે કોવિડ-19 મહામારી વચ્ચે વૃદ્ધોને માસ્ક અને સેનેટાઇઝર પ્રદાન કરવા વિશે દિશા-નિર્દેશ જારી કરવાના કેસમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે રાજ્યોને વધુ ચાર સપ્તાહનો સમય આપ્યો
આ પહેલા કોર્ટે પોતાના 4 ઓગસ્ટના આદેશમાં કહ્યું હતું કે તમામ પાત્ર વૃદ્ધોને નિયમિત રૂપથી પેન્શનની ચૂકવણી કરવી જોઇએ અને રાજ્યોને મહામારીના ધ્યાનમાં રાખીને તેને આવશ્યક દવાઓ, માસ્ક, સેનેટાઇઝર અને અન્ય આવશ્યક સામાન ઉપલબ્ધ કરાવવો જોઇએ
વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત સુનાવણી દરમિયાન અરજીકર્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિનીકુમારે કોર્ટને કહ્યું કે, ઓડિશા અને પંજાબ સહિત માત્ર અમુક રાજ્યોએ જ હજુ સુધી અરજી પર પોતાનો જવાબ દાખલ કર્યો છે
