વોટબેંકની રાજનીતિ વ્યવસ્થાને બરબાદ કરે છેઃ પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરમાં જનસભાને સંબોધિત કરી, લોકોને વોટબેંકની રાજનીતિ કરનારી પાર્ટીઓને નકારવાની અપીલ કરી હતી. એક પરિવાર માટે કામ કરવા માટે કોંગ્રેસ પાર્ટી પર હુમલો કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અજમેરમાં એક જનસભાને સંબોધિત કરી હતી. રાજસ્થાનમાં ભાજપે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ઓગસ્ટ મહિનામાં રાજસમંદથઈ ગૌરવ યાત્રાની શરૂઆત કરી હતી. અજમેરમાં ગૌરવ યાત્રાના સમાપન પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પીએમની રેલીને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ વોટબેંકની રાજનીતિ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે, વોટબેંકને કારણે દેશ અને સમાજને ઘણું નુકસાન થયું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભાજપની સરકાર સૌનો સાથ સૌના વિકાસને લઈને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભાજપની સરકારોમાં આત્મવિશ્વાસ છે, આ કારણે તેઓ જનતાને પાઇ-પાઇનો હિસાબ આપી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, લોકતંત્ર માટે એક જાગરૂત વિપક્ષ હોવો જરૂરી છે પરંતુ દુર્ભાગ્ય છે કે વિપક્ષ માત્ર ખોટુ બોલવાનું અને ભ્રમ ફેલાવવાનું કામ કરી રહ્યો છે.
સર્જિકલ સ્ટ્રાઇક પર પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશના જવાનો પર પણ કોંગ્રેસ રાજનીતિ કરે છે. તેમમએ કહ્યું કે, કોંગ્રેસે જવાનોનું અપમાન કર્યું છે.
