Skip to main content
Settings Settings for Dark

MP, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેંલગણાની ચૂંટણીની તારીખો જાહેર

Live TV

X
  • તમામ રાજ્યોમાં એક સાથે 11 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

    નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજસ્થાન, મધ્યપ્રેદશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી  પંચની જાહેરાત સાથે આજથી આ પાંચ રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. 

    છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 12 નવેમ્બરે યોજાશે. 23 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. પ્રથમ તબક્કામાં 18 સીટો પર ચૂંટણી યોજાશે. બીજા ચરણમાં મતદાન 20 નવેમ્બરે થશે. 

    મધ્યપ્રદેશ-મિઝોરમ ચૂંટણી
    મધ્યપ્રેદશમાં 28 નવેમ્બરે મતદાન થશે. અહીં એક તબક્કામાં મતદાન યોજવામાં આવશે. મિઝોરમમાં પણ આ દિવસે મતદાન થશે. 

    રાજસ્થાન-તેલંગણા ચૂંટણી
    રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે મતદાન યોજાશે. અહીં એક તબક્કામાં મતદાન કરાવવામાં આવશે. બંન્ને રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. આ પાંચ રાજ્યોમાં 11 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. 

    પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે જાણકારી આપતા કહ્યું કે, 15 ડિસેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં આધુનિક ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે મતદાનની વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply