વોશિંગ્ટનમાં ભારત-અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુની બીજા તબક્કાની બેઠક પૂર્ણ
Live TV
-
અમેરિકાના વોશિગ્ટનમાં ગઈકાલે ભારત- અમેરિકા વચ્ચે , ટુ પ્લસ ટુની બીજા તબક્કાની બેઠક , પૂરી થઈ હતી. આ બેઠકમાં આતંકવાદ સામે લડવા સહિત , વ્યૂહાત્મક સુરક્ષા સંબધિત અનેક વિષયો પર ચર્ચા થઈ હતી. બન્ને દેશોએ ઔદ્યોગિક સુરક્ષા અંગેના એક સમજૂતી પત્ર પર , હસ્તાક્ષર કર્યા હતા. જેમાં સંરક્ષણ, ટેકનોલોજીના હસ્તાંતરણને , મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો, સંરક્ષણ મંત્રી માર્ક એસ્પેરે ,, ભારતના વિદેશ મંત્રી એસ.જય શંકર , અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે , મુલાકાત કરી હતી.
