Skip to main content
Settings Settings for Dark

CAAથી દેશના નાગરિકોને કોઈ અસર નહીં થાય: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ

Live TV

X
  • પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, જગદીપ ધનખરે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશના કોઈ પણ નાગરિક નાગરિકતા સુધારો કાયદાથી પ્રભાવિત નહીં થાય.

    પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરે ભારપૂર્વક જણાવ્યું કે દેશના કોઈ પણ નાગરિક નાગરિકતા સુધારો અધિનિયમ - CAAથી પ્રભાવિત નહીં થાય. રાજભવનમાં પત્રકારો સાથે વાત કરતાં જગદીપ ધનધરે કહ્યું કે જેમણે આ એક્ટનો વિરોધ કર્યો છે, તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.. અથવા તો અજાણતામાં તેઓ આવું કરી રહ્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના નિવેદનની પ્રતિક્રિયા રાજ્યપાલે વ્યક્ત કરી છે. CM મમતા બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું  કે એનઆરસી અને સીએએ પાછો નહીં ખેંચાય ત્યાં સુધી તૃણમૂલ કોંગ્રેસનો વિરોધ ચાલુ રહેશે. રાજ્યપાલે શાંતિ જાળવવા અપીલ કરી હતી અને માલદા અને મુર્શિદાબાદ જિલ્લાના હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાની પણ ઇચ્છા વ્યક્ત કરી..

    આ અગાઉ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક રાજ્યપાલને મળ્યા હતા અને તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. રાજ્યપાલે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા અપાયેલી માહિતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા પ્રશાસનની કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply