શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગેનો કેસ સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચને સોંપ્યો
Live TV
-
તો મસ્જિદ અને અગિયારીમાં મહિલાઓના પ્રવેશ અંગેનો કેસ પણ કોર્ટે લાર્જર બેન્ચને કર્યો ટ્રાન્સફર.
સુપ્રીમ કોર્ટે આજે ત્રણ મહત્વપૂર્ણ મામલે ચુકાદા આપ્યા છે.સુપ્રિમ કોર્ટે કેરળના સબરીમાલા મંદિરમાં બધી જ ઉંમરની મહિલાઓના પ્રવેશ મામલે સુપ્રીમ કોર્ટના 5 જજોની બેન્ચે પુર્નિવિચાર અરજીઓને 7 જજોની બેન્ચને મોકલી આપી છે. 3-2ના બહુમતથી આ મામલો 7 જજોની બેન્ચેને મોકલ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પૂજા સ્થળોમાં મહિલાઓનો પ્રવેશ ફક્ત મંદિર સુધી સિમિત નથી. અગિયારીઓ અને મસ્જિદોમાં પણ મહિલાઓનો પ્રવેશ સામેલ છે. હવે 7 જજોની બંધારણ બેન્ચ આ મામલાની સુનાવણી કરશે.
