શરદ પવારની PM મોદી સાથે મુલાકાત
Live TV
-
શરદ પવાર ખેડૂતોના પ્રશ્નોને લઈને પ્રધાનમંત્રી સાથે વાત કરી
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે કોંગ્રેસ, NCP અને શિવસેનામાં ચાલી રહેલી વિચારણા વચ્ચે NCP નેતા શરદ પવારે આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. NCP પ્રમુખ શરદ પવારની વડાપ્રધાન મોદી સાથેની આ મુલાકાત મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા અંગે થઈ છે. PM મોદી સાથે બેઠક બાદ શરદ પવારે કહ્યું કે, તેમણે વડાપ્રધાનને ખેડૂતોની સમસ્યા અંગેની જાણ કરી છે. કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કેન્દ્રએ પ્રાથમિક અહેવાલના આધારે ખેડૂતોને તાત્કાલિક રાહત આપી હતી, અને વિગતવાર અહેવાલ મળ્યા બાદ વધારાની સહાયની ખાતરી આપી છે..
