શુક્રવારે સાંજે ઓડિશાના દરિયાકાંઠે ફોની ચક્રવાત ત્રાટકવાની શક્યતા
Live TV
-
ચક્રવાતી તોફાનના પગલે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બેઠક યોજી હતી અને વાવાઝોડાને પહોંચીવળવા માટેની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી.
બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ખૂબ ભીષણ રૂપ ધારણ કરી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું ફોની આવતી કાલ બપોર સુધીમાં ઓડિશા તટ પર પહોંચશે. આ સમયે 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાની તીવ્રતાને જોતા ઓડિશા સરકારે એલર્ટ આપ્યું છે. ફાની તોફાન તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશાના 19 જિલ્લાને પ્રભાવિત કરે તેવી શક્યતા છે. વાવાઝોડાના પગલે 4 રાજ્યોમાં 50 ટીમ તૈનાત કરાઇ છે. આગાહીના પગલે ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારને ખાલી કરી દેવાયા છે. ચક્રવાતી તોફાનને પહોંચી વળવા માટે સૈન્ય અને વાયુદળના નજીકના યુનિટ્સને પણ સ્ટેન્ડબાય રખાયાં છે. NDRF એ 41 ટીમોને દરિયાકિનારાનાં રાજ્યોમાં મોકલી છે. અહીં 880 રાહત કેમ્પ બનાવાયા છે.ભારતીય તટરક્ષક અને નૌસેનાએ બચાવકાર્ય માટે જહાજ અને હેલિકોપ્ટરો તૈનાત કર્યા છે. NDRF એ આંધ્રપ્રદેશમાં 12, ઓડિશામાં 28 અને પશ્ચિમ બંગાળમાં છ દળોને તૈનાત કર્યા છે. ચક્રવાતી તોફાનના પગલે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બેઠક યોજી હતી અને વાવાઝોડાને પહોંચીવળવા માટેની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાની ચક્રવાતને લઈને એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, આઇએમડી, એનડીઆરએફ, એનડીએમએ અને પીએમઓનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં ચક્રવાતને લઈને કરવામાં આવેલી તમામ તૈયારીઓ અંગે પ્રધાનમંત્રીને માહિતી મેળવી હતી.
