સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ, પીએમે કહ્યં, સરકાર ચર્ચા માટે તૈયાર
Live TV
-
સંસદનું ચોમાસુ સત્ર 18 ઓગસ્ટ સુધી ચાલશે.
સંસદ નું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સત્ર સુચારૂ પણે ચાલે તે માટે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સરકારે સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં સરકારે સંસદની કાર્યવાહી સુચારૂ પણે ચાલે તેમાં સહકાર આપવા તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી હતી. બેઠક પછી સંસદીય કાર્ય મંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે સરકાર સંસદમાં તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ સુચારૂ પણે સંસદની કાર્યવાહી ચાલે તેમાં સહયોગ આપવા જણાવ્યું છે. સત્ર શરૂ થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર તમામ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે.
