Skip to main content
Settings Settings for Dark

સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભામાં ડેમ સેફ્ટી બિલ સૂચિબદ્ધ કરવામાં આવ્યું

Live TV

X
  • સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભામાં ડેમ સેફ્ટી બિલ ફરી એકવાર સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં વિપક્ષ દ્વારા સતત કરવામાં આવી રહેલા હોબાળા દરમિયાન કેટલીક સમિતિઓના રિપોર્ટ ગૃહના ટેબલ પર મુકવામાં આવશે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો પછાત વર્ગ કલ્યાણ સાથે સંબંધિત રીપોર્ટ  સામેલ છે. રાજ્યસભામાં વિપક્ષે 12 સાંસદોના સસ્પેન્શનને પાછું ખેચવાનો મુદ્દો ઉઠાવી હોબાળો  કરતા રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભામાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ 2021ને સુચિબદ્ધ કરવામાં આવ્યુ  છે. આ ઉપરાંત લોકસભામાં નિયમ 193 અંતર્ગત કોરોના મહામારી સાથે સંબંધિત ચર્ચાને પણ સુચિબદ્ધ કરવામાં આવી છે. લોકસભામાં સહાયતા પ્રાપ્ત જનનીય પ્રૌધોગિકી વિનિયમન બિલને ચર્ચા બાદ બહુમતીથી પસાર કરાયું  હતું. આ બિલ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રજૂ કરાયુ હતું. આ બિલનો ઉદ્દેશ તકનિક સમર્થિત પ્રજનન સેવાઓનુ નિયમન કરવાનો છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું, કે આ બિલ બહુ સમજી વિચારીને લાવવામાં આવ્યું છે. ત્રણેય કૃષિ કાયદાને પરત લેવા સંબંધિત બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભાએ કૃષિ કાયદાને પરત લેવા સંબંધિત બિલને મંજૂરી આપી હતી. સોમવારે કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ બિલને લોકસભામાં રજૂ કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2024 Max Temp : °C Min Temp : °C
apply