સંસદના સેન્ટ્રલ હોલમાં જાહેર હિસાબ સમિતિના શતાબ્દી વર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ
Live TV
-
આજે સંસદના સેન્ટ્રલ હોલમાં જાહેર હિસાબ સમિતિના શતાબ્દી વર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમજ જાહેર હિસાબ સમિતિના ચેરમેન અધીર રંજન ચૌધરી સહિત સાંસદો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કરતા જાહેર હિસાબ સમિતિના 100 વર્ષ પૂર્ણ થવા પર શુભકામના પાઠવી હતી. મહત્વનુ છે કે, PAC કમિટીએ સંસદની સૌથી જૂની કમિટી છે. જેની સ્થાપના વર્ષ 1921માં થઈ હતી. આ પ્રસંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ, દેશની લોકતાંત્રિક સંસ્થાઓ માટે આજના દિવસને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.