સંસદમાં વિપક્ષે પાડેલા અવરોધને લઇને રક્ષામંત્રીએ નારાજગી વ્યક્ત કરી
Live TV
-
સંસદમાં કૃષિ સંબંધીત બે મહત્વના ખરડાઓ પસાર કરવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન સંસદમાં વિપક્ષે પાડેલા અવરોધને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે નારાજગી વ્યક્ત કરી હતી.
સંસદમાં કૃષિ સંબંધીત બે મહત્વના ખરડાઓ પસાર કરવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન સંસદમાં વિપક્ષે પાડેલા અવરોધને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે નારાજગી વ્યક્ત કરી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું, કે વિપક્ષના સભ્યો દ્વારા સામાન્ય જનતા અને ખાસ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી તેમનામાં ગેરસમજ ઉભી કરવામાં આવી રહી છે, જે ખુબજ શરમજનક છે. વિપક્ષ દ્વારા રાજકીય સ્વાર્થ અને લાભ ખાટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે સ્વસ્થ લોક તંત્ર વિરૂદ્ધ છે.
