સંસદમાં સત્રના પ્રથમ દિવસે નવનિયુક્ત સભ્યોએ કર્યા શપથ ગ્રહણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક નેતાઓએ લીધા શપથ. આજે પણ બાકીના સાંસદો કરશે શપથ ગ્રહણ
17મી લોકસભાના પ્રથમ સત્રમાં સોમવારે સૌથી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહે શપથ લીધા હતા. સત્રના પ્રારંભ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકતંત્રમાં વિપક્ષનું સશક્ત હોવું જરૂરી જણાવ્યું હતું. આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, વીરેન્દ્ર કુમારને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ અપાવ્યાં હતા.
