સફળ નેપાળ પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા PM
Live TV
-
PM મોદીએ મુક્તિનાથ અને પશુપતિનાથ મંદિરની પૂજા-અર્ચના કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બે દિવસીય નેપાળ યાત્રા પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા છે..એરપોર્ટ પર વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે નેપાળથી પરત ફરેલા પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતુ..આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં અરુણ 3 જલ વિદ્યુત પરિયોજનાનો શીલાન્યાસ કર્યો અને જનપુરથી અયોધ્યા સુધીની બસ સેવાને લીલી ઝંડી આપવાની સાથે સ્થાનિક રાજ નેતાઓના દિલ જીતી લીધા છે.વડાપ્રધાન સવારે એરક્રાફ્ટથી મુક્તિનાથ મંદિર પહોંચ્યાં. મુક્તિનાથ મંદિરમાં પૂજા કરતા પહેલા પીએમ મોદીએ બહાર ઊભેલા લોકો સાથે મુલાકાત કરી. નેપાળની જનતા સાથે પીએમ મોદીની આ મુલાકાત લગભગ 10 મિનિટ સુધી ચાલી. જનતા સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદી બધાને નમસ્તે કરતા નજરે ચડ્યાં.ત્યારબાદ તેમણે કાઠમંડુના પશુપતિનાથ મંદિરમાં પણ જઈને પૂજા કરી.
મુક્તિનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ પીએમ મોદી કાઠમંડુના પશુપતિનાથ મંદિરમાં પહોંચ્યા હતાં. અહીં તેમણે ભગવાન પશુપતિનાથની વિશેષ પૂજા કરી.પૂજા કર્યા બાદ પીએમ મોદીએ મંદિરની વિઝીટર બુકમાં ખાસ સંદેશો પણ લખ્યો. પીએમ મોદીએ લખ્યું કે મને પ્રસન્નતા છે કે એકવાર ફરીથી ભગવાન પશુપતિનાથ મંદિરમાં પ્રાર્થના કરવાની તક મળી. આ મંદિર ભારત અને નેપાળના લોકોની જોઈન્ટ ધાર્મિક વિરાસતનું પ્રતિક છે.ગેટ પર ભવ્ય સ્વાગત બાદ પીએમ મોદી મંદિરની અંદર પહોંચ્યા અને વિધિવત પૂજા કરી. તેમણે ભગવાનની મૂર્તિ ઉપર ફૂલ ચડાવ્યાં. આ દરમિયાન તેમની સાથે મંદિરના બે પૂજારી પણ હાજર હતાં. અત્રે જણાવવાનું કે પીએમ મોદી એવા પહેલા ભારતીય વડાપ્રધાન છે જેમણે મુક્તિનાથ મંદિરમાં દર્શન કર્યા છે.
શુક્રવારે મોદીએ જનકપુર મંદિરમાં મા સીતાની પૂજા પણ કરી હતી. તે સાથે જ તેમણે જનકપુર-અયોધ્યા બસને લીલી ઝંડી બતાવી હતી. નોંધનીય છે કે, 4 વર્ષમાં મોદીની આ ત્રીજી નેપાળ મુલાકાત હતી. ગયા મહિને જ નેપાળના વડાપ્રધાન તેમની પહેલી વિદેશ યાત્રામાં ભારત આવ્યા હતા.