Skip to main content
Settings Settings for Dark

સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુઠવાયું, દિલ્હી NCRમાં ધુમ્મસની ચાદર

Live TV

X
  • 31 ડિસેમ્બરથી કાતિલ પવનો ફૂંકાવાની સંભાવના.1થી 3 જાન્યુઆરી સુધીમાં થઇ શકે છે વરસાદ. હાડ ધ્રુજાવતી ઠંડી સાથે ઉત્તર ભારતમાં રેડ એલર્ટ જાહેર, ગુજરાત પણ જકડાયું ઠંડીના સકંજામાં

    ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે દિલ્લી રાજસ્થાન પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ અને બિહારમાં ઠંડીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે. તેમજ રેડ કોડેડ ચેતવણી જાહેર કરી છે. રેડ કોડેડ ચેતવણી લોકોને સતેજ કરવાની એક રીત છે જેમાં લોકોને ઠંડીથી બચવા માટે પહેલાથી સાવધાન કરવામાં આવે છે. હવામાન વિભાગ મુજબ આવતા 2 દિવસ સુધી પંજાબ હરિયાણા, ચંડીગઢ, દિલ્લી, રાજસ્થાનમાં શીતલહેરનો પ્રકોપ યથાવત રહેશે. 1 અને 2 જાન્યુઆરી હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષાની આગાહી હવામાન વિભાગે કરી છે. હરિયાણા સરકારે શીતલહેરના કારણે 16 જાન્યુઆરી સુધી શાળામાં રજા જાહેર કરી છે. દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં થયેલી હિમવર્ષાને કારણે ,ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગે ,આગામી 2 દિવસ રાજ્યમાં કોલ્ડવેવ રહેવાની શક્યતા જાહેર કરી છે. સાડા સાત ડિગ્રી તાપમાન સાથે ડિસા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. રાજકોટમાં પણ 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના 11 શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચો રહ્યો હતો. આજના દિવસે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીથી આંશિક રાહત મળી હતી. પરંતુ ઠંડા પવનોના કારણે રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થયો હતો. હવામાનખાતાની આગાહી મુજબ અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply