Skip to main content
Settings Settings for Dark

સરકારે કાશ્મીરમાં આતંકીઓ સામે અભિયાન હાથ ધર્યું છેઃ રાજનાથ સિંહ

Live TV

X
  • હવે રમઝાન મહિનો પૂરો થઈ ગયો હોવાથી સરકારે રાજ્યને ત્રાસવાદ અને ભયના વાતાવરણથી મુક્ત કરવા માટે ફરીથી આ પગલું લીધું છે.

    ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે અભિયાન ફરીથી હાથ ધર્યું છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગત 17 મેએ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો કે સુરક્ષા દળોએ રમઝાન મહિના દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં આક્રમક કામગીરી હાથ ધરવી નહીં. એ નિર્ણય રાજ્યનાં શાંતિપ્રિય લોકોનાં હિતમાં લેવામાં આવ્યો હતો.

    હવે રમઝાન મહિનો પૂરો થઈ ગયો હોવાથી સરકારે રાજ્યને ત્રાસવાદ અને ભયના વાતાવરણથી મુક્ત કરવા માટે ફરીથી આ પગલું લીધું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ,સરકારે તમામ તથ્યો તપાસીને આ નિર્ણય કર્યો છે અને સરકારની હાલની પ્રાથમિકતા ,અમરનાથ યાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply