સરકારે છ કેબિનેટ સમિતિનું પુન:ગઠન કર્યું
Live TV
-
આ સમિતિમાં નિયુક્તિ સમિતિ, આવાસ સમિતિ, આર્થિક કાર્ય સમિતિ, સંસદિય કાર્ય સંબંધિત કમિટી, રાજનૈતિક કાર્ય, સુરક્ષા સંબંધી સમિતિ, રોકાણ અને વૃદ્ધિ સંબંધી સમિતિ, રોજગાર અને કૌશલ વિકાસ સંબંધી સમિતિનો સમાવેશ થાય છે.
સરકારે છ કેબિનેટ સમિતિનું પુન:ગઠન કર્યું છે. આ સમિતિમાં નિયુક્તિ સમિતિ, આવાસ સમિતિ, આર્થિક કાર્ય સમિતિ, સંસદિય કાર્ય સંબંધિત કમિટી, રાજનૈતિક કાર્ય, સુરક્ષા સંબંધી સમિતિ, રોકાણ અને વૃદ્ધિ સંબંધી સમિતિ, રોજગાર અને કૌશલ વિકાસ સંબંધી સમિતિનો સમાવેશ થાય છે. મંત્રી મંડળ સચિવાલયે પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે,રક્ષા સંબંઘિત કેબિનેટ સમિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી એસ જયશંકર હશે. નિયુક્તિ સંબંધી મંત્રીમંડળ સમિતિમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામેલ છે. તો રોકાણ અને વૃ્દ્ધિ સમિતિમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ અને પિયૂષ ગોયલનો સમાવેશ થાય છે
