સરકારે ડિઝિટલ કેલેન્ડર અને ડાયરી એપ લૉન્ચ કરી
Live TV
-
કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે ભારત સરકારના નવા ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપનું વિમોચન કર્યું હતું.
કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે જણાવ્યું હતું કે, આ ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપ સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો બંને માટે ફાયદાકારક સાબિત થશે.
કારણ કે, ભારતમાં પરિવર્તન લાવવા માટે કેન્દ્ર સરકારે 100થી વધુ ક્રાંતિકારી પગલાં લીધા છે. આ તમામ પગલાં કયા મહિનામાં લેવાયા તે અંગેની સંપૂર્ણ વિગત લોકો આ એપના માધ્યમથી જાણી શકશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ એપ દરેક પ્રકારના મોબાઈલમાં મળી શકશે. આ એપમાં દરેક મહિના માટે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે આ એપનું વિમોચન કરવામાં આવ્યું છે.
