સરકારે મેઘાલયમાં સશસ્ત્ર બળ વિશેષાધિકાર કાયદો સંપૂર્ણ રીતે હટાવ્યો
Live TV
-
2016ની સરખામણીએ પૂર્વોત્તર ક્ષેત્રમાં આતંકવાદીઓની ઘટનામાં 37 ટકા ઘટાડો થયો.
છેલ્લા ચાર વર્ષમાં સુરક્ષા સ્થિતિમાં મહત્વપૂર્ણ સુધાર પછી સરકારે મેઘાલયમાં સશસ્ત્ર બળ વિશેષાધિકાર કાયદો સંપૂર્ણ રીતે હટાવી લીધો છે. અરુણાચલ પ્રદેશમાં પણ હવે આ કાયદો હવે 16 પોલીસ ક્ષેત્રમાંથી ઘટીને આઠ ક્ષેત્રોમાં જ લાગુ રહેશે. 1997 પછી 2017માં સૌથી ઓછી ઘૂસણખોરીના બનાવો બન્યા છે. ગૃહ મંત્રાલયના માથે આ નિર્ણય બધા ક્ષેત્રોમાં એક એપ્રિલથી લાગુ કરવામાં આવશે. 2016ની સરખામણીએ પૂર્વોત્તર ક્ષેત્રમાં આતંકવાદીઓની ઘટનામાં 37 ટકા ઘટી છે. ક્ષેત્રમાં પર્યટનને પ્રોત્સાહન આપવાની દિશામાં ગૃહમંત્રાલયના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
