Skip to main content
Settings Settings for Dark

સરકાર અને આંદોલનકારી ખેડૂત આગેવાનો વચ્ચે ચોથા તબક્કાના વાટાઘાટોનો દોર શરૂ

Live TV

X
  • કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના ચાલી રહેલા આંદોલનનો આજે આઠમો દિવસ છે. વિજ્ઞાન ભવનમાં સરકાર અને આંદોલનકારી ખેડૂત નેતાઓ વચ્ચે ચોથા તબક્કાની વાટાઘાટોનો દોર શરૂ થઇ ચુક્યો છે. 32 જેટલા ખેડૂત સંગઠનના 40 પ્રતિનિધી વિજ્ઞાન ભવન ખાતે વાટાઘાટો માટે પહોંચ્યા હતા.

    કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયેલ ખેડૂતો સાથે વાટાઘાટો કરી રહ્યા છે

    ભારતીય કિસાન સંઘના રાકેશ ટિકેત પણ વાટાઘાટોમાં ભાગ લઇ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયેલ ખેડૂતો સાથે વાટાઘાટો કરી રહ્યા છે.આ પહેલાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આંદોલનકારી ખેડૂત નેતાઓ સાથેની વાટાઘાટોથી ઉકેલ મળવાની આશા વ્યક્ત કરી હતી.

    અમરિન્દરસિંહ અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ચર્ચા

    બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ગૃહમંત્રીના નિવાસે કૃષિ સુધારા કાયદા અંગે ચર્ચા ચાલી રહી છે. સવારે ગૃહમંત્રી અમિત શાહના નિવાસે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ગૃહ મંત્રી વચ્ચે બેઠક પણ યાઇ હતી.બેઠક યોજાઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply