Skip to main content
Settings Settings for Dark

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર 72 કલાક સુધી પ્રચાર કરવા પર પ્રતિબંધ

Live TV

X
  • હેમંત કરકરે અને રામ મંદિર મુદ્દે આપ્યું હતું વિવાદીત નિવેદન

    ભોપાલ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહેલા ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કરેલા વિવાદિત નિવેદનના પગલે તેનો દોષી માનતા ચૂંટણી પંચે તેના ચૂંટણી પ્રચાર પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચે 2 મે સવારે 6 વાગ્યાથી આવતા 72 કલાક સુધી તેમના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. નોંધનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે 18 એપ્રિલે ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સમાં દિવંગત આઇપીએસ અધિકારી હેમંત કરકરે વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ રામમંદિર મુદ્દે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. જો કે બંને નિવેદન બાદ પ્રજ્ઞાઠાકુરે માફી માંગી હતી. તો બીજી તરફ ચૂંટણી પંચે સૂરત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ બાબુભાઇ રાયકા પર પણ વિવાદિત નિવેદન આપવા બદલ 72 કલાક માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવતા જણાવ્યું કે બાબુભાઇ રાયકાએ 11 એપ્રિલે ચૂંટણી પ્રચાર કરતાં અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply