Skip to main content
Settings Settings for Dark

સિંગાપોર પ્રવાસ પૂર્ણ કરી પ્રધાનમંત્રી સ્વદેશ રવાના, PMએ પૂર્વી એશિયાઈ શિખર સંમેલનમાં લીધો ભાગ

Live TV

X
  • બે દિવસીય યાત્રાથી આસિયાનની સાથે સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂતી મળશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિંગાપુરમાં 13માં પૂર્વી એશિયાઈ શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. તેનો ઉદ્દેશ એશિયા - પેસિફિક દેશો સાથે વેપાર - રોકાણ - વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સૂચના માનવ સંશાધનના આદાન-પ્રદાન સહિત ક્ષેત્રમાં વ્યાપાર અને નૌવહન ક્ષેત્રમાં સ્વતંત્રતા લાવવા ઉપર રહેશે. જેમાં રશિયા, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના દેશ ભાગ લઈ રહ્યા છે. વર્ષ 2015માં આસિયાનમાં ભારતની એક્ટ ઇસ્ટ નીતીનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય યાત્રાથી આસિયાનની સાથે સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂતી મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત - સિંગાપોર હેકોથોન 2018ના વિજેતાઓને પુરસ્કાર વિતરણ સમારોહમાં પણ ભાગ લીધો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસિયાન ભારત બ્રેકફાસ્ટ સમિટમાં ભાગ લીધો હતો. આ બેઠક અંગે ટ્વિટ કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક ગૌરવશાળી ભવિષ્યની ખોજમાં, જૂના સંબંધોને વધુ મજબૂત કરવા, આસિયાન ભારત બ્રેકફાસ્ટ સમિટમાં, આસિયાન દેશના નેતાઓ સાથેની વાતચીત સાર્થક રહી. અમોને ખુશી છે કે, આસિયાન સાથે સંબંધો મજબૂત થઈ રહ્યા છે અને શાંતિપૂર્ણ તેમજ સમૃદ્ધ ગૃહ માટે યોગદાન આપી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply