Skip to main content
Settings Settings for Dark

સિદ્ધારમૈયા CM પદના અને શિવકુમાર ડે.સીએમ પદના કાલે લેશે શપથ

Live TV

X
  • કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અન્ય મંત્રીમંડળના સભ્યો સાથે કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડી.કે. શિવકુમારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. સિદ્ધારમૈયાને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે શપથગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે સાડા બાર વાગે કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે.
     
    દરમિયાન બેંગલુરુમાં યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં  ડી.કે. શિવકુમારે સિદ્ધારમૈયાને કોંગ્રેસ વિધાયક દળના નવા નેતા તરીકે ચૂંટવાનો ઠરાવ રજૂ કર્યો હતો અને તેને તમામ સભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો. આવતીકાલે  યોજાનાર શપથ ગ્રહણ સમારોહ માટે કાંતિરવા સ્ટેડિયમમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ શપથ ગ્રહણ સમારોહ માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે.  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નેશનલ કોન્ફરન્સના વડા  ફારૂક અબ્દુલ્લાને આમંત્રણ આપ્યું છે. સી.પી.આઈ.એમ.ના નેતા સીતારામ યેચુરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રિતોમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સામેલ છે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply