સીમા પર તણાવ વચ્ચે પાકિસ્તાન સાથે વાતચીત અશક્ય : સુષ્મા સ્વરાજ
Live TV
-
LoC પર ચાલતી આતંગી ગતિવિધિઓ અને પાકિસ્તાન દ્વારા થતી ઘૂસણખોરી પર વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આતંકી ગતિવિધિઓ વચ્ચે બન્ને દેશ વચ્ચે વાતચીત અશક્ય હોવાનું જણાવ્યું
સીમા પર પાકિસ્તાન દ્વારા થતી ઘૂસણખોરી પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સીમા પર તણાવની વચ્ચે પાકિસ્તાન સાથે વાતચીત શક્ય નથી. તેમણે કહ્યું કે હાલમાં સરકારે વિશ્વનાં ઘણા દેશો સાથે ભારતનાં સંબંધો મજબુત બનાવ્યા છે. આ વાત વિદેશ મંત્રીએ પોતાનાં વિભાગની સિદ્ધિઓ મીડિયા સમક્ષ રજુ કરતા સમયે કહી હતી.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારનાં ચાર વર્ષ પુર્ણ થયા છે ત્યારે કેન્દ્રીય મંત્રીઓ દ્વારા 4 વર્ષ મોદી સરકાર કાર્યક્રમ હેઠળ પોતાનાં વિભાગોનીસિદ્ધીઓ લોકો સમક્ષ મુકી રહ્યા છે.
