Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યો વચગાળાનો આદેશ

Live TV

X
  • ચૂંટણી પંચને સીલબંધ કવરમાં ઇલેક્ટ્રોલ બોન્ડથી મળેલા અનુદાનની પૂરી જાણકારી આપવા કહ્યું

    સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપતાં ચૂંટણી પંચને સીલબંધ કવરમાં ઇલેક્ટ્રોલ બોન્ડથી મળેલા અનુદાનની પૂરી જાણકારી આપવા જણાવ્યું છે. સુપ્રિમકોર્ટે તમામ પક્ષોને દાન દાતાનું નામ અને રકમની વિગતો આપવા કહ્યું છે. સાથે સાથે તમામ પક્ષોને 15 મે સુધીમાં મળેલ ઇલેક્ટ્રોલ બોન્ડની પૂરી વિગત 30 મે પહેલાં ચૂંટણી પંચને પૂરી પાડવાની રહેશે. હાલ તો આ વિગત સીલબંધ કવરમાં રહેશે. અંતિમ સુનાવણીની તારીખ બાદમાં જણાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, આ મુદ્દો સંવેદનશીલ છે. જોકે તેમણે આ બોન્ડ ઉપર રોક લગાવી નથી. પરંતુ વચગાળાનો આદેશ આ પ્રમાણે આપ્યો છે. કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રોલ બોન્ડની વિગતો ખાનગી રાખવા માંગતી હતી જ્યારે ચૂંટણી પંચનો અભિગમ પારદર્શિતા જાળવી રાખવાનો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply