સુપ્રીમ કોર્ટે નાગરિકત્વ કાયદા પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇન્કાર
Live TV
-
સુપ્રીમ કોર્ટે નાગરિકત્વ કાયદા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો, કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી અને જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં જવાબ આપવા નિર્દેશ આપ્યો, આગામી સુનાવણી 22 જાન્યુઆરીએ થશે.
નાગરિકતા સંશોધન કાયદાને પડકારનારી 50 થી વધુ અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં બુધવારે કરવામાં આવનારી સુનાવણી હવે 22મી જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નાગરિકતા સંશોધન કાયદા પર સ્ટે આપવા માટે પણ ઈન્કાર કરી દીધો છે.ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વવાળી બેંચ આ અરજી અંગે સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટે આજે નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન, અસમ ગણ પરિષદ, ઓલ આસામ વકીલ સંગઠન, રિહાઇ મંચ અને અન્યની અરજી પર સુનાવણી કરી હતી.
આ કિસ્સામાં, અત્યાર સુધીમાં 50 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ તમામ પિટિશનમાં નવા કાયદાની માન્યતાને પડકારવામાં આવી છે અને તેને રોકવા માંગવામાં આવી હતી. 16 ડિસેમ્બરે મહુઆ મોઇત્રાના વકીલે અદાલતથી વહેલી સુનાવણીની માંગ કરી હતી, જેના પર મુખ્ય ન્યાયાધીશ એસ.કે. એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે તે અન્ય અરજીઓ સાથે 18 ડિસેમ્બરે આ અરજીઓની સુનાવણી કરશે.
