GST કાઉન્સિલની 38મી બેઠક: લોટરી પર હવે 28 ટકા GST
Live TV
-
લોટરી પર હવે 28 ટકા GST લાગશે
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 38મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં લોટરી પર દેશભરમાં એક સમાન ટેક્સ લગાવવાનો નિર્ણય લેવાયો છે એટલે કે હવેથી લોટરી પર 28 ટકા જીએસટી લાગશે. જે 1 માર્ચ 2020 થી લાગુ થશે. વ્યવસાયીઓને રાહત આપતા કાઉન્સિલે નાણાકીય વર્ષ જીએસટીઆર -9 ફાઈલ કરવાની સમય મર્યાદા લંબાવીને 31 જાન્યુઆરી,2020 કરાઈ છે. 2017થી 2019 સુધી જેમણે જીએસટીઆર -1 ફાઈલ નથી કર્યું તેમને લેટ ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.
