સુપ્રીમ કોર્ટે યૌનશોષણથી સંબંધિત અપરાધિક ન્યાય પ્રણાલીની સમીક્ષા માટે સ્વત: સંજ્ઞાન લીધી
Live TV
-
જાતીય શોષણને લગતી ગુનાહિત ન્યાય પ્રણાલીની સમીક્ષાની સુપ્રીમ કોર્ટે સ્વત: સંજ્ઞાન લીધી.. ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે તમામ રાજ્યો અને ઉચ્ચ અદાલતોને 7 ફેબ્રુઆરી 2020 સુધીમાં જવાબ આપવા અને આવા કેસોમાં વિવિધ પાસાઓ પર તેની વર્તમાન સ્થિતિ રજૂ કરવા જણાવ્યું છે. ખંડપીઠે કહ્યું છે કે બળાત્કારને લગતા કાયદાની જોગવાઈઓનું યોગ્ય રીતે અમલ કરવા માટે તેમને સૂચના અને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતીની જરૂર છે. સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાને આ મામલામાં સહાયતા માટે ન્યાય મિત્ર બનાવ્યા છે..સર્વોચ્ચ અદાલતની આ બેંચમાં ન્યાયાધીશ બી.આર. ગવાઈ અને જસ્ટિસ સૂર્યકાંત પણ હતા...
