સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી પાસે માગ્યો જવાબ
Live TV
-
રફાલ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર ટીકા કરતા સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી પાસે જવાબ માગ્યો છે. રાહુલ ગાંધી ઉપર આરોપ હતો કે, રફાલ વિમાન મામલે નિવેદનબાજી કરીને તેમણે અદાલતની અવમાનના કરી છે.
રફાલ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર ટીકા કરતા સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી પાસે જવાબ માગ્યો છે. રાહુલ ગાંધી ઉપર આરોપ હતો કે, રફાલ વિમાન મામલે નિવેદનબાજી કરીને તેમણે અદાલતની અવમાનના કરી છે. ભાજપાના સાંસદ મિનાક્ષી લેખીએ ,રાહુલ ગાંધીએ કરેલા ,ખોટા નિવેદન અંગે ,સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે ,રાહુલ ગાંધીને ખુલાસો આપવા જણાવ્યું છે. રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધી જવાબ આપવા જણાવ્યું છે. આ બાબતની સુનાવણી 23 એપ્રિલે થશે.
