Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે RERA અંતર્ગત આમ્રપાલી ગ્રુપની નોંધણી રદ કરી

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી-રેરા અંતર્ગત આમ્રપાલી ગ્રુપની નોંધણી રદ કરી છે. નોઈડા અને ગ્રેટર નોઈડાની અધિકૃતતામાં આવતા આ સમૂહને આપવામાં આવેલી લીઝ પણ કોર્ટે રદ કરી દીધી છે. ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને ન્યાયમૂર્તિ યૂ યૂ લલિતની ખંડપીઠે આ સમૂહની બાકી પરીયોજનોની જવાબદારી એનબીસીસીને આપી છે.

    સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી-રેરા અંતર્ગત આમ્રપાલી ગ્રુપની નોંધણી રદ કરી છે. નોઈડા અને ગ્રેટર નોઈડાની  અધિકૃતતામાં આવતા આ સમૂહને આપવામાં આવેલી લીઝ પણ કોર્ટે રદ કરી દીધી છે.  ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને ન્યાયમૂર્તિ  યૂ યૂ લલિતની ખંડપીઠે આ સમૂહની બાકી પરીયોજનોની જવાબદારી એનબીસીસીને આપી છે. ન્યાયાલયે વરિષ્ઠ વકીલ આર વેંકેટરમણીને ન્યાયાલયના રિસીવર તરીકે નિયુકત કર્યા છે. લીઝ રદ થવાના કારણે આમ્રપાલીની તમામ સંપત્તિનો અઘિકાર રિસીવર પાસે રહેશે. ખંડપીઠે અમલીકરણ નિયામકને  આમ્રપાલી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર અનિલ શર્મા તથા અન્ય  ડિરેક્ટર્સ  અને વરિષ્ઠ અધિકારીઓની વિરૂધ્ધમાં મની લોન્ડરિંગના આરોપની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.  અમલીકરણ નિયામકે જણાવ્યું છે કે, આ મહીનાની શરૂઆતમાં આમ્રપાલી ગ્રુપ પર મની લોન્ડરિંગનો આરોપ દાખલ કરવામાં આવ્યો હતો. આમ્રપાલી ગ્રુપે નોઈડા અને ગ્રેટર નોઈડામાં 42,000 થી વધુ ખરીદદારોને  ફલેટનું  પઝેશન આપ્યું ન હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply