સુરક્ષા પરિષદમાં પાક.નાકામ, ભારતે કહ્યુ પાકિસ્તાન આતંકવાદ બંધ કરે
Live TV
-
UNSCમાં બેઠક બાદ ભારતના રાજદૂત સૈયદ અકબરૂદ્દીને આપ્યુ નિવેદન
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચાલી રહેલી બેઠક બાદ ભારતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપી દીધો છે..બેઠક બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અકબરૂદ્દીને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે, કાશ્મીર અને આર્ટીકલ 370 હટાવવાનો મામલો ભારતનો અંગત મુદ્દો છે. અમને ખબર છે કે, અમારે અમારો દેશ કેવી રીતે ચલાવવો છે. અમને કોઈ અન્યની સલાહની જરૂરત નથી.તેમણે કહ્યું કે, જ્યાં સુધી કાશ્મીરમાં તણાવનો પ્રશ્ન છે ભારતે તેની પર સારી રીતે કામ કર્યું છે, અને સોમવારથી રાજ્યમાં તમામ સ્કૂલ-કોલેજો ખુલી જશે.અકબરૂદ્દીને કહ્યું કે, કેટલાક લોકો કાશ્મીરમાં અશાંતી અને અસ્થિરતા ફેલાવવા માંગે છે પરંતુ, ભારત શાંતી અને પ્રગતિના રસ્તા પર જમ્મુ-કાશ્મીરને આગળ લઈ જશે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો જેહાદના નામે કાશ્મીરમાં આતંકવાદ અને હિંસા ફેલાવવા માંગે છે. પરંતુ, અમે તેવુ થવા નહીં દઈએ. કાશ્મીર દ્વીપક્ષિય મુદ્દો છે અને અમે પાકિસ્તાન સાથે શાંતી પૂર્ણ વાર્તા માટે હંમેશા તૈયાર રહ્યા છીએ, જોકે, આતંકવાદ તેમાં હંમેશા અડચણ ઉભુ કરે છે.
