સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે કરી જમ્મુ - કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા
Live TV
-
સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે જમ્મુ - કાશ્મીરનો પ્રવાસ કરી સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવવા અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા જણાવ્યું
સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે શુક્રવારે જમ્મુ - કાશ્મીરનો પ્રવાસ કરી સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવવા અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા કહ્યું હતું. ચિનારપુર મુખ્યાલયમાં તેમણે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી.સેના કમાન્ડરોએ સુરક્ષા સ્થિતિની જાણકારી આપી હતી. LOC પર સુરક્ષા તૈનાતી અને ઘૂસણખોરી રોકવાની તૈયારી વિશે જાણકારી આપી હતી. સેના પ્રમુખે LOC પર વધારે સતર્કતા રાખવા સલાહ આપી હતી.જેથી ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવી શકાય. સેના પ્રમુખે સુરક્ષા સ્થિતિમાં સુધારો લાવવાના ઉપાયોની પ્રશંસા કરી હતી.તેમણે અન્ય એજન્સીઓના સુરક્ષા અધિકારી સાથે વિચાર - વિમર્શ કર્યો હતો. શ્રીનગર પહોંચ્યા પછી સૌ પહેલા તેમણે રાજભવન જઈને પૂર્વ રાજ્યપાલ એન.એન. વ્હોરા સાથે મુલાકાત કરી હતી.
