Skip to main content
Settings Settings for Dark

PMની મન કી બાત - કેરળવાસીઓને તમામ સહાયનું આશ્વાસન,સંસ્કૃત દિવસે અને રક્ષાબંધન પર્વે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

Live TV

X
  • મન કી બાતમાં 47મા સંસ્કરણમાં પ્રધાનમંત્રીએ એન.ડી.આર.એફ. અને સૈન્યએ બચાવ કાર્યમાં નિભાવેલી ભૂમિકાની કરી પ્રશંસા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. આ જ દિવસે સંસ્કૃત પર્વની  ઉજવણી થતી હોવાની પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું.પ્રધાનમંત્રી મોદીએ આ કાર્યક્રમના માધ્યમથી ભીષણ પૂરસંકટનો સામનો કરી ચૂકેલા કેરળવાસીઓ પ્રતિ સંવેદના પણ જાહેર કરી હતી. કેરળના સંકટમાં સશસ્ત્ર દળોના જવાનોએ નિભાવેલી ભૂમિકાને પ્રશંસા કરતાં  કેરળવાસીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે આપદાની આ ઘડીમાં પૂરો દેશ તેમની આપે છે.

    પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સ્મૃતિઓને પણ તાજી કરી હતી. દેશ અટલજીને ગુડ ગવર્નન્સ અને 2003માં બંધારણમાં થયેલા  91મા સુધારાને મુદ્દે યાદ કરતો રહેશે તે વાત દોહરાવી હતી. તેમણે યાદ અપાવી કે અટલજીના શાસનમાં જ ઈન્ડિયન ફ્લેગ  કોડની ઘોષણ થઈ હતી.સંસદમાં ચોમાસુ સત્રમાં લોકસભાની પ્રોડક્ટિવિટી  118 ટકા અને રાજ્યસભાની  74 ટકા રહી તે મુદ્દે પણ પ્રધાનમંત્રીએ પ્રસન્નતા જાહેર કરી હતી. તેમણે કહ્યું કે, સંસદનું આ ચોમાસુ સત્ર સામાજિક ન્યાય અને યુવા કલ્યાણ સત્રના રૂપમાં હંમેશા યાદ રહેશે.

    એશિયન ગેમ્સમાં ભારતના રમતવીરો અને એથ્લેટ્સ દ્વારા થઈ રહેલા સારા દેખાવ પ્રતિ દેશવાસીઓનું ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીઓનું ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 29 ઓગસ્ટના રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થશે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે હોકીના ખેલાડી ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી 15મી સપ્ટેમ્બરે થનારી એન્જિનિયર્સ - ડે સંદર્ભમાં પણ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કૃષ્ણરાજ સાગર બંધ બંધનારા ભારત રત્ન ડૉ. એમ. વિશ્વેશ્વરય્યાને પણ યાદ કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply